ગુજરાત રાજયને અડીને આવેલ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના કડવણ અને સુરગાણા ગામમાંથી બાઈક ચોરી કરવા આવતા શખ્સોને નવસારી પોલીસે સાપુતારાથી ઝડપી પાડતા નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 10 અને મહારાષ્ટ્રની 11 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે.

300 કિલોમીટર થી આવી બાઈક તફડાવતા નાસિક જિલ્લામાં આવેલ કલવાણ તાલુકાના રહેતો શશીકાંત ઉફે દોઢુ સોનવણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બાઇક ચોરી કરવામાં કુખ્યાત છે નવસારી જિલ્લાના ચીખલી સહિત વલસાડ જીલ્લાના ધરમપુર અને ડાંગ જિલ્લાના વઘઇમાં બાઇક ચોરી કરવામાં તેમને મહારત હાંસલ કરી હતી.  બાઇક ચોર ભીડભાડ વાળા વિસ્તારોમાં જઈને બાઈક ચોરી કરી પોતાના ગામમાં વેચાણ કરતા હતા જેમાં ગેરેજ ચલાવતા મોનર ઉફે ગોવિંદ પ્રકાશ સાતવ અને સઇદભાઈ ઉફે મુન્નાપીર મોહમ્મદ શેખની ધરપકડ કરવામાં આવી છે

મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી બસમાં સાપુતારા ખાતે આવી બસમાં બેસી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જઇ બસ ડેપો, હોસ્પિટલ, જાહેર પાર્કિંગ સ્થળો, હાટબજારોમાં પાક કરેલી બાઇકના સ્ટેરીંગ લોક તોડી પકડ વડે વાયર કાપી મોટરસાયકલ ડાયરેક્ટ કરી બાઇક શરૂ કરી મહારાષ્ટ્રના કડવણ ગામ તરફ નાસી જતો હતો અને તેને રસ્તા વચ્ચે વેચી રોકડા કરી નાખતો હતો. ચોરીમાં ખાસ કરીને સ્પ્લેન્ડર બાઈક વધારે ચોરી કરતો હતો આ બાઈકનું મિકેનિઝમ એટલું સરળ છે કે ચોરી કરવામાં વધારે સમય જતો ન હતો અને આ બાઈકો ની 10 બાઈક કબજે કરવામાં આવી છે જેની કુલ અંદાજિત કિંમત ₹1,80,000 છે અને આ તમામ બાઇક બીલીમોરા ધરમપુર વગે ચીખલી ના સાત બાઇક ચોરીના ગુના નોંધાયા છે.