દેશના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા સમાજ પણ ભગીરથ કાર્યમાં સહભાગી બની રહ્યો છે.ત્યારે નવસારી જીલ્લામાં દિવ્યાંગોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા અર્થે નવસારી શહેરમાં સાંઇ ગરબા મહોત્સવ ધ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબામાં દિવ્યાંગ બાળકો, યુવક –યુવતીઓનાં ઉત્સાહમાં વધારો કર્યો છે. 

દિવ્યાંગ  યુવક-યુવતીઓ કે બાળકો સાંભળી અને બોલી નથી શકતા તેમ છતાં ગરબામાં કયા સ્ટેપ લેવા તે આ તમામ યુવતીઓ સિફત પૂર્વક ગરબાના તાલે ઝૂમી રહીને નવરાત્રી ઉત્સવમાં માતાજીની આરાધના કરવા અને નિખાલસતાથી ગરબા રમવામાં અલગ આનંદ માણી માતાજીની આરાધના કરી બહારની દુનિયામાં કદમ રાખીને આનંદ વિભોર થયા છે.

દિવ્યાંગો પોતાની શારીક ખામીઓને ભૂલીને મન મૂકી ગરબા રમ્યા હતા. કેટલાક દિવ્યાંગોને હાથ અને પગમાં શારીરીક ખામી હૉય છે જેને લઈને તેઓ સામાની ગરબા રમી શકતા નથી. પરંતુ નવસારીમાં સાંઇ ગરબા મહોત્સવ ધ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ  દીવયાંગો જમીન પર બેસી અને વિહીલચેર પર બેસીને પણ ગરબાની રમઝટ બોલાવી હતી.  દિવ્યાંગ બાળકો થી લઈ શિક્ષકો તમામ આ ગરબામાં જોડાઈ નવરાત્રીના પાવન અવસરને માણ્યો હતો. સાથે માતાજીની આરાધના કરવામાં કરી હતી.