રાજયની શ્રેષ્ઠ નવસારી-વિજલપોર નગર પાલિકામાં અઢી વર્ષ ટર્મનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ત્યારે આજ રોજ નવસારી-વિજલપોર પાલિકાના સરદાર પટેલ સભાખંડમાં નવનિયુકત પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઇ અધ્યક્ષતામાં સામાન્ય સભામાં વિવિધ ચેરમેન કમિટીના સભાસદની નિમણૂક કરવામાં આવી છે.  આજે દોઢ કલાક મોડી સામાન્ય સભા શરૂ થઈ હતી

આજ રોજ નવસારી-વિજલપોર પાલિકાના સરદાર પટેલ સભાખંડમાં નવનિયુકત પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઇ અને ઉપપ્રમુખ સુનિલ પાટીલની અધ્યક્ષતામાં સામાન્ય સભામાં વિવિધ ચેરમેન કમિટીના સભાસદની નિમણૂક કરવામાં આવી છે. ગત ટર્મના ડ્રેનેજ સમિતિના ચેરમેન પિયુષ ગજેરાને એકઝીકયુટીવ કમિટીના ચેરમેન નિમણૂક કરવામાં આવેલ છે, પબ્લીક વર્કસ ( બાંધકામ) ચેરમેન અલકાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે.  વોટર વર્કસ ચેરમેન  તરીકે ચેતન પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડ્રેનેજ કમિટીમાં જ્યાબેન લાંજેવારની નિમણૂક કરવામાં આવી છે. સેનેટરી કમિટીમાં રમેશવાડા, લાઈક કમિટીમાં અમ્રુત ઢીમ્મર, ફાયર કમિટીમાં લોકેશ આહીર, ગાર્ડન એન્ડ એમ્યુઝમેંટમાં નીતુબેન શાહ, માયનોર કમિટીમાં ચંદ્રા ભદોરીયા, લો કમિટીમાં ઉમીલા પટેલ, ટાઉન ડેવલપમેન્ટ કમિટીમાં છાયાબેન દેસાઇ, મહેકમ કમિટીમાં હસુમતિબેન પટેલ, માધ્યમિક શાળા કમિટીમાં કલ્પનાબેન રાણા,  સમાજ કલ્યાણ કમિટીમાં  ઉષાબેન પટેલ, સાંસ્ક્રુતિક કમિટીમાં પ્રિતીબેન અમીન, મોટર ગૅરેજ કમિટી ચેરમેન તરીકે વિજય રાઠોડ અને ગુમાસ્તા ધારા કમિટીમાં ગુલાબચંદ તિવારીને ચેરમેન નિમણૂક કરવામાં આવી છે જ્યારે પાલિકા શાસક પક્ષ નેતા લીલાબેન પાપડવાળાની નિમણૂક કરવામાં આવી છે.

નવસારી વિજલપોર નગર પાલિકામાં આજ સામાન્ય સભા દોઢ કલાક મોડી થઈ હતી જેને લઈને કોંગ્રેસ નગર સેવક તેજલ રાઠોડ સાથે કોંગ્રેસ અગ્રણીઓએ ચીફ ઓફીસરને સામાન્ય સભા મુકતાવી રાખવા રજુઆત કરી હતી. પરંતુ પાલિકાની આ સમાન્ય સભામાં વિવિધ કમિટીના કુલ 18 ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે.  આ નવા નિમણૂક હોદેદારોને નગરસેવકો અને સમર્થકોએ શુભકામના પાઠવી હતી. ચુટાઈ આવેલા નવનિયુક્ત હોદેદારોને પ્રજાલક્ષી કામોને અગ્રિમતા આપી વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે બાહેદારી આપી છે.