વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવસારી શહેરના વિવિધ વિસ્તારમાં મટકીફોડનાં કાર્યકમ આયોજિત કરવામાં આવ્યા હતા.હિન્દુ સંગઠને સાથે જોડાઈ શહેર જન્માષ્ટમી પર્વની શોભા યાત્રા કાઢી હતી.આજે સમગ્ર શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમી ઉજવવામા આવી હતી. શહેરમાં દહીં હાંડી બાંધવામાં આવી હતી અને VHP સંગઠનના યુવાનો દ્વારા મટકી ફોડવામાં આવી હતી. ત્યારે જ સમગ્ર શહેરમાં શોભાયાત્રા નીકળીને નવસારીના અલગ અલગ વિસ્તારોમાં શાંતાદેવી થી શરૂ થઈ રેલવે સ્ટેશન ફુવારા ટાવર મોટા બજાર સહિત પ્રજાપતિ આશ્રમ થી નવસારી નગરપાલિકા થઈ ફરીથી શાંતાદેવી મુકામે શોભા યાત્રાના વિરામ કરવામાં આવ્યો હતો ત્યારે શોભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈને આ શોભાયાત્રા નો લાભ લીધો હતો.

જન્માષ્ટમી નો પર્વ એટલે હિન્દુ ધર્મની પરંપરગત એક મોટો તહેવાર માનવામાં આવે છે ત્યારે જન્માષ્ટમીને લઈને સમગ્ર જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો અને ત્યારે આજરોજ સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પણ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અને જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીની ગુંજ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. આજે જન્માષ્ટમીની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી રહ્યું છે.