જન્માષ્ટમી પૂર્વે ગોવિંદાઑએ શિવાજી ચોક 25 ફૂટ ઊંચી મટકી ફોડી

કૃષ્ણ જનમોત્સવને લઇ સમગ્ર દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. મંદિરોમાં પણ વ્હાલના વધામણાં માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે નવસારી શહેરમાં પણ જન્માષ્ટમી પર્વને લઈને ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી-વિજલપુર શહેરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે કૃષ્ણ જન્મોત્સવ પહેલા ૐ સાંઇ મિત્ર મંડળ ધ્વારા દંહી હાંડી કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.

નવસારી શહેરના વિજલપોર સ્થિત શિવાજિચોક ખાતે પાછલા 22 વર્ષો થી ૐ સાઈ મિત્ર મંડળ દ્વારા ઉત્સાહભેર મટકી ફોડ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મંડળ દ્વારા આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં નવસારી જિલ્લા સહિત સુરતના 20 ગોવિંદા મંડળો એ ભાગ લીધો હતો.અહી ગોવિંદા મંડળો માટે 25 ફૂટ ની ઊંચાઈ ઉપર મટકી ગોઠવવા માં આવી હતી.તેમજ જે મંડળ મટકી ફોડવામાં સફળ રહે તેના માટે રૂપિયા 21 હજાર નું રોકડ ઇનામ પણ ૐ સાઈ મિત્ર મંડળ દ્વારા જાહેર કરાયું હતું.દહીં હાંડી ના આ કાર્યક્રમ માં ડીજે ના તાલ સાથે પાણી નો ફુવારો સતત ચાલુ રહ્યો હતો.મન મોહક બનેલા આ વાતાવરણ માં ગોવિંદા મંડળો અને યુવાનો ઝૂમી ઉઠ્યા હતા.

શ્રી સાંઇ મિત્ર મંડળ છેલ્લા 22 વર્ષથી દહી હાંડી કાર્યકમ વિશેષ આયોજન કરે છે. મુબઈ મહારાષ્ટ્ર ખાતે જન્માષ્ટમીના દિવસે દર્દી હોડી ઉત્સવનું અનેરૂ આયોજન થતું હોય છે, તેમ આ આયોજનમાં વિવિધ મટકીફોડ ટીમે ભાગ લીધો હતો. D.J સાઉન્ડ પર ગીત સંગીત સાથે સૂરત શહેરની ટીમે 25 ફૂટ ઊંચી દહીં હાંડી ફોડીને 21 હજાર રૂપિયા ઇનામ મેળવ્યું હતું. આ મટકી ફોડ કાર્યકમમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ થી આ વિસ્તાર ભક્તિમય રંગમાં રંગાઈ ગઈ હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં દહીં હાંડી નો જાહેર કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી હતી.