નવરાત્રિ એટલે માતાજીના આરાધનાનો પર્વ મા સામે માઇભકતો ગરબા ઘૂમીને મા અંબાને રીઝવવાનો પ્રયત્ન કરે છે॰ નવરાત્રિનું પર્વને શક્તિનું પર્વ માનવામાં આવે છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી નગરમાં દોરી રાસ સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગણદેવીના પ્રજાપતિ સ્ટ્રીટમાં હનુમાંજી મંદીર પટાંગણમાં લગભગ 100 વર્ષથી વધુથી પારંપરિક અને દોરી રાસ કરવામાં આવે છે.

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ એમાંથી અમુક આયોજનો એક આકર્ષણનું કેન્દ્ર બની જતા હોય છે એવી જ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નવસારી જિલ્લાના ગણદેવી નગરનો દોરી રાસ. દોરી રસે પ્રાચીન પદ્ધતિ રમતો રાસ છે જેને સામાન્ય નર કે નારી ચાહે તો પણ આ દોરી રાસ રમી શકતા નથી આ દોરી રાસ માં ચોક્કસ તાલીમ પામેલા લોકોજ રંગત ઉઠાવી શકતા હોય છે. દોરી રાસ રમવા માટે બે જોડીઓ બનાવવામાં આવે છે જે આગળ પાછળ ગોળ ફરી રાસ રમે છે અને દોરી એની મેરે ગૂંચવાતી અને છૂટતી જાય છે. બુદ્ધિ સમતા ના રાસ હોવાથી તાલીમ પામેલા લોકો જ દોરી રાસ ની મજા ઉઠાવી શકતા હોય છે..નહીતર અન્ય દોરી રાસ ની રમત રમે તો દોરી ની ગુચમાં ગુંચવાઈ જાય છે…આવી પ્રાચીન પરમ્પરા કુભાર (પ્રજાપતિ) સમાજે જાળવી ને દોરી રાસની મજા લુટી રહ્યાછે..

દોરી રાસ એ શ્રી કૃષ્ણ એ આપેલ અનમોલ દેન છે…વૃન્દાવનમાં કૃષ્ણ અને ગોપીઓ દોરી રાસના માધ્યમથી એકાકાર થઇ જતા હતા…જે દોરી રાસ દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના ગણદેવીમાં બાપ દાદાઓ થી પ્રજાપતિ કુંભાર સમાજ રમી રહ્યો છે. લુપ્ત થવાના આરે આવેલો આ દોરી રાત ને જીવંત રાખવા માટે આજના યુવાનો પણ આગળ આવ્યા છે બાપદાદા થી ચાલતી આવેલી આ પરંપરા હજી સુધી એક પણ વાર તૂટી નથી બાપદાદા પાસે મળેલી આ કળાને આજના યુવાનો એની આવનારી પેઢી ને તૈયાર કરી રહ્યા છે જેથી કરીને આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે.