વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના નેજા હેઠળ પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમરોલી દ્વારા આંતર કોલેજ ભાઈઓ અને બેહનોની પાવર લિફટીંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, નવસારી માં એફ.વાય.બી.કોમ. માં અભ્યાસ કરતી રાણા ક્રિષા એ ૫૭ કેજી. વજન ગ્રુપમાં, એસ.વાય.બી.કોમ માં અભ્યાસ કરતા સોલંકી પાર્થ એ ૯૩ કેજી. વજન ગ્રુપમાં તેમજ ટી.વાય.બી.બી.એ. માં અભ્યાસ કરતા રાઠોડ દેવ એ ૧૦૫ કેજી. વજન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી નારણ લાલા કોલેજ અને નવસારી જીલ્લાનું નામ રોશન કર્યું છે ખેલાડીને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉ. મયુર પટેલે આપેલ હતું.

 ઉપરોક્ત સિધ્ધી બદલ કોલેજના ચેરમેન અને મેનેજીગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ કંસારા, ડાયરેક્ટર શ્રી ડૉ. દિનુભાઈ નાયક, કો-ઓર્ડીનેટર શ્રીમતી ખ્યાતિબેન કંસારા, આચાર્યા ડૉ. ચિરાંગી દેસાઈ તથા ડૉ. સુનિલ નાયક એ વિજેતા ખેલાડીઓ અને તાલીમ આપનાર શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉ. મયુર પટેલને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.